- વડોદરા પાલિકાની ચૂંટણીની ફોર્મ ચકાસણી
- 260 ફોર્મ રદ જ્યારે 288 માન્ય
- કુલ 461 ઉમેદવારોએ 548 ઉમેદવારીપત્રો ભર્યા
વડોદરા: આગામી 21મી ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી પત્રોની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણીની પ્રક્રિયા સોમવારે શરૂ કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મની ચકાસણી સમયે અલગ-અલગ પક્ષોના ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાના હરીફ ઉમેદવારોના ફોર્મ રદ થાય એ માટે કાવાદાવા પણ કર્યા હતા.
ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર પણ નામંજૂર થયું
વોર્ડ નંબર 12માં રાજેશ ઠક્કર જે પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય હતા, તેમનું ફોર્મ રદ થયું હતું. વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર પણ નામંજૂર થયું હતું. દિપક શ્રીવાસ્તવ સામે ભાજપના ઉમેદવાર આશિષ જોષીએ વિરોધ કરીને જણાવ્યું હતું કે દીપક શ્રીવાસ્તવને ત્રણ સંતાનો છે અને તેમને મિલકત વેરો પણ ભરવાનો બાકી છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખી ચૂંટણી ઓફિસરે ઉમેદવારીપત્ર રદ કરાયું હતું.
ભાજપ અને કોંગ્રેસ આવ્યા આમને સામને
વિરેન રામી જેમણે RSPમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમનુું પણ 3 સંતાનો હોવાથી ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું હતું. ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવાર સતીશ પટેલ દ્વારા કોંગ્રેસના મહિલા ઉમેદવાર અમી રાવતના ફોર્મમાં ટેક્નિકલ ખામી ઉભી કરી વિરોધ કર્યો હતો પરંતુ આખરે તેમનું ઉમેદવારીપત્ર મંજૂર કર્યું હતું. વોર્ડ નંબર 8માં કેયુર રોકડિયા સામે પણ વાંધો ઉઠાવાયો હતો કે તેઓ FRCના સભ્ય છે છતાં તેમનું ફોર્મ પણ મંજૂર થયું હતું. હરીફ ઉમેદવારોના આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં એક તબક્કે ભાજપ અને કોંગ્રેસ પણ આમને સામને આવી ગયા હતા.
548 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 288 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા
પાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં અનેક મહારથીઓ ના ફોર્મ રદ થયા હતા ત્યારે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો જેમાં વોર્ડ નંબર 15 માંથી અપક્ષની ચૂંટણી લડનાર વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવનું ફોર્મ નામંજૂર થતાં આગામી દિવસોમાં વોર્ડ નંબર 15માં હલચલ થાય તો નવાઈ નહીં. ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં
548 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા 461 ઉમેદવારો જેમાં 260 ઉમેદવારીપત્રો રદ થયા હતા , 288 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા હતા