સાવલીમાં ગાંધી જયંતિની ઉજવણી, કચરાપેટીનું કરાયું વિતરણ - સાવલી સમાચાર
વડોદરાઃ સાવલીમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યૂબીલેન્ટ કંપની દ્વારા ધારાસભ્યની અધ્યક્ષતામાં કચરાપેટીનું વિતરણ કરાયું હતુ,
ral_vadodara_s
વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી કરચિયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની દ્વારા સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી નગરના વિસ્તારમાં સ્વચ્છતાની જાળવણી માટે કચરાપેટીનું વિતરણ કરાયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલીઓનું વપરાશ બંધ થાય તે હેતુથી ફ્રુટની લારીઓ અને દુકાનદારોને કાપડની થેલીઓનું વિતરણ કરાયુ હતુ.