વડોદરા શહેરના ફતેપુરા રાણાવાસમાં રહેતા 102 વર્ષના બબલીબહેન મોહનભાઇ રાણા દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા જાય છે. વર્ષ-2014માં પણ તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે ગયા હતા.
વડોદરામાં 102 વર્ષીય વૃદ્ધા પહોંચ્યા મતદાન કરવા, પરંતુ યાદીમાંથી નામ જ ગાયબ! - OLD WOMAN
વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા 102 વર્ષીય વૃદ્ધા કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા, પરંતુ વૃદ્ધા મતદાન ન કરી શકતા નિરાશ થયા હતા.
સ્પોટ ફોટો
આજે પણ બબલીબહેન ચૂંટણી કાર્ડ લઇને પરિવાર સાથે મતદાન કરવા માટે હુજરાત પાગા બુથ ઉપર ગયા હતા, પરંતુ મતદાન મથકે પહોંચતા મતદાર યાદીમાં તેમનું નામ ન નીકળતા તેઓ નિરાશ થઇ ગયા હતા. તેમના પરિવારજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે નામ ગાયબ કેવી રીતે થઇ ગયું. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચેલા વૃદ્ધા મતદાન ન કરી શકતા નિરાશ થયા હતા.