ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં પતિને કોરોના પોઝિટિવ આવતા પત્નીએ એસિડ પીને જીવન ટૂંકાવ્યું - Suicide case in ankleshwar

અંકલેશ્વરમાં પતિ કોરોના પોઝિટિવ આવતા પત્નીને બાળક સાથે પિયર જવા કહ્યું પરંતુ પત્નીએ આઘાત સહન ન થતા એસિડ પીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અંકલેશ્વરમાં પતિને કોરોના પોઝિટિવ આવતા પત્નીએ એસિડ પીને જીવન ટૂંકાવ્યું
અંકલેશ્વરમાં પતિને કોરોના પોઝિટિવ આવતા પત્નીએ એસિડ પીને જીવન ટૂંકાવ્યું

By

Published : May 6, 2021, 9:40 PM IST

  • કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વરમાં આત્મહત્યાનો બનાવ
  • પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પત્નીએ એસિડ પી લીધું
  • પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ

ભરૂચ : કોરોનાકાળમાં એક પછી એક અનેક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.આવો જ કિસ્સો અંકલેશ્વરમાં પણ બન્યો છે. અંકલેશ્વરના અંદાદાની ક્રિષણા પાર્ક સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ધર્મેન્દ્ર બારીયા કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના ઘરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એ માટે તેઓએ તેમના પત્ની દક્ષાબહેન બારીયાને 4 વર્ષના પુત્ર વંશ સાથે તેમના વતન જતા રહેવા કહ્યું હતું.

પિયર જવાનું કહેતા પત્નીને લાગી આવ્યું

આ બાબતનું લાગી આવતા દક્ષાબહેને એસિડ ગટગટાવી લીધું હતું આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details