ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રેય હોસ્પિટલ આગકાંડઃ વલસાડ આરોગ્ય વિભાગ હરકતમાં, 9 હોસ્પિટલને ફાયરની NOC જમા કરાવવા તેડું - corona lates news

શ્રેય હોસ્પિટલમાં બનેલી આગને હોનારતમાં 8 કોરોના દર્દીઓના મોત થયા છે. જ્યારે વલસાડમાં પણ આવી ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને 9 હોસ્પિટલોને ફાયર noc અને સેફ્ટીના સાધનો ચેકલિસ્ટ જમા કરાવવા માટે પત્ર લખી જણાવવામાં આવ્યું છે.

શ્રેય હોસ્પિટલની ઘટના બાદ વલસાડ આરોગ્ય વિભાગ હરકતમાં, 9 હોસ્પિટલને ફાયરની એનોસી જમા કરાવવા તેડું
શ્રેય હોસ્પિટલની ઘટના બાદ વલસાડ આરોગ્ય વિભાગ હરકતમાં, 9 હોસ્પિટલને ફાયરની એનોસી જમા કરાવવા તેડું

By

Published : Aug 8, 2020, 1:28 PM IST

અમદાવાદઃ શ્રેય હોસ્પિટલમાં બનેલી આગને હોનારતમાં 8 કોરોના દર્દીઓના મોત થયા છે. જ્યારે વલસાડમાં પણ આવી ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને 9 હોસ્પિટલોને ફાયર noc અને સેફ્ટીના સાધનો ચેકલિસ્ટ જમા કરાવવા માટે પત્ર લખી જણાવવામાં આવ્યું છે. જેને લઇને ફાયરસેફ્ટીનો લોલમલોલ વહીવટ રાતના હોસ્પિટલ સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જેને લઇને આવી ઘટના ન બને તે માટે દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે, ત્યારે વલસાડ આરોગ્ય વિભાગ પણ મોડે મોડે જાગ્યુ છે અને વલસાડની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને એક પત્ર પાઠવીને તમામ ફાયર સેફ્ટીની બાબતોનું ચેકલિસ્ટ તેમજ ફાયરની એનોસી જમા કરાવવા હોસ્પિટલોને જણાવવામાં આવ્યું છે. જેને લઇને ફાયરની સેફટી ન રાખનારી હોસ્પિટલના સંચાલકોમાં દોડાદોડ જોવા મળી રહી છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ મોડેમોડે માત્ર કામગીરી બજાવવા દરેક હોસ્પિટલને પત્ર લખીને સમગ્ર બાબતની જાણ કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર તમામ હોસ્પિટલો એ હોસ્પિટલોમાં સેફટી માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. તેની એક નકલ જિલ્લા પંચાયત શાખા વલસાડ ખાતે ઈમેલ દ્વારા અથવા રૂબરૂમાં જમા કરાવી તેમજ ફાયરસેફ્ટી માટેનું ચેકલિસ્ટ દરેક હોસ્પિટલને મોકલવામાં આવ્યું છે. જે પણ મોકલી આપવા માટે પત્ર પાઠવ્યો છે. આરોગ્ય વિભાગે વલસાડમાં કુલ 9 જેટલી હોસ્પિટલો અને આ પત્ર પાઠવ્યો છે.

મહત્વનું છે કે, જ્યારે પણ કોઇ મોટી ઘટના આગની બને છે, ત્યારે જ તમામ વહીવટી તંત્ર હરકતમાં આવતું હોય છે અને વલસાડ જિલ્લામાં પણ કંઇક એવું જ બની રહ્યું છે, અમદાવાદની બનેલી ઘટના બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે, અત્યાર સુધી તેમણે વલસાડ જિલ્લામાં હોસ્પિટલોમાં ફાયરની સુવિધા કેવી છે અને તેની ચકાસણી કરવાની પણ સુદ્ધા દરકાર લીધી ન હતી. બીજી તરફ મ્યુનિસિપાલટી ફાયર વિભાગ દ્વારા પણ હોસ્પિટલોમાં કે, અન્ય બહુમાળી બિલ્ડિંગોમાં ફાયરની સુવિધા કેવા પ્રકારની છે. જેની ચકાસણી માટે પણ દરકાર લેવાઈ નથી. જો કે, થોડા સમય પહેલાં સુરતની બનેલી ઘટના બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details