વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો
45થી ઉપરના નાગરિકોને વેક્સીન નહીં મળે
હાલ પુરતું 45 થી ઉપરના લોકો માટેનું રસીકરણ સ્થગિત રખાયું
વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો
45થી ઉપરના નાગરિકોને વેક્સીન નહીં મળે
હાલ પુરતું 45 થી ઉપરના લોકો માટેનું રસીકરણ સ્થગિત રખાયું
અમદાવાદ: વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો હોવાના કારણે ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ કેર વર્કર અને 45 વર્ષથી વધુના તમામ લોકોનું રસીકરણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યું છે. જો કે 18 વર્ષથી ઉપરના અને 44 વર્ષ સુધીના નાગરિકો રસીકરણ માટે પોતાનો સ્લોટ નક્કી કરવા માટે વેબસાઈટ પર જઈને પ્રક્રિયા કરી શકશે.
પહેલેથી સ્લોટ નક્કી કરી આવેલા લોકોને હાલાકી
45 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, હેલ્થ કેર વર્કર, અને રજીસ્ટ્રેશન સિવાયના લોકો પણ રસીકરણ કેન્દ્રો પર પહોંચી જતા જોવા મળી રહ્યા છે. તેમને કારણે પહેલેથી જ સ્લોટ નક્કી કરીને આવેલા નાગરિકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.