પોરબંદર: જિલ્લામાં કુતિયાણાના અમર ગામની 36 વર્ષીય મહિલા તેમજ કુતિયાણા શહેરના 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને પોઝિટિવ દર્દી મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
પોરબંદરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક 12 - Update of Porbandar Corona
પોરબંદર જિલ્લામાં કુતિયાણાના અમર ગામની 36 વર્ષીય મહિલા તેમજ કુતિયાણા શહેરના 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને પોઝિટિવ દર્દી મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
જિલ્લામાં શનિવારે એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યું નીપજ્યું હતું, જ્યારે રવિવારે વધુ બે પોઝિટિવ કેસ આવ્યા છે, ત્યારે તંત્ર દોડતું થયું હતું અને જિલ્લામાં હાલ કોરોનાના કુલ 12 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં 5ને રજા આપવામાં આવી છે, જ્યારે 5 દર્દી સારવાર લઈ રહ્યા છે અને બે દર્દીઓનું મોત નીપજ્યાં છે.
અમર ગામની મહિલા મુંબઇથી ગત 23 મેના રોજ પોરબંદર આવી હતી, જ્યારે કુતિયાણાનો 58 વર્ષીય પુરુષ 26 મેના રોજ મુંબઈથી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બન્નેને ડિસ્ટ્રીક કોરેન્ટાઇનમાં 48 કલાક રાખ્યા બાદ હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારી રાઠોડને કોલ કરતા તેઓએ કોલ રિસીવ કર્યો ન હતો.