અરવલ્લી: જિલ્લામાં રવિવારે ત્રણ દર્દીઓને રજા અપાતા કોરોના પોઝીટીવની સારવારમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક 100ને પાર કરી 103 સુધી પહોંચી ગયો છે, જયારે 10 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
જિલ્લામાં રવિવારના રોજ મોડાસા શહેરના ભાવસાર વિસ્તારના 78 વર્ષિય વૃધ્ધાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જિલ્લામાં કોરોનાનો આંક 120 પર પહોચ્યો છે.
જિલ્લામાં નોંધાયેલા 120 કેસ પૈકી મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલમાં હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી બે દર્દીઓને હિંમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં મોડાસાના એક દર્દીનો સમાવેશ થાય છે. મોડાસાના આ દર્દીનું રવિવારના રોજ રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોત થતા મોડાસા શહેરના ચાર અને ભિલોડાના એક મળી કુલ પાંચ દર્દીના કોરોનાના પગલે મોત નિપજ્યા છે.
મોડાસાની કોવિડ હોસ્પિટલમાં જિલ્લાના 10 કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદના બે દર્દીઓ પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં હાલ તકેદારી રૂપે 1361 લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.