અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં સાર્વજનિક હોસ્પિટલમાં સ્થપાયેલા કોવિડ-19 હોસ્પિટલ માંથી બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ અંગે ગંભીર બેદરકારી જોવા મળી છે. હોસ્પિટલમાં નિકળતા બોયોમેડિકલ વેસ્ટના નિકાલ કરવા માટે નિયમ મુજબ વેસ્ટ કલેકશન એજન્સી દ્વારા કરવાનો હોય છે.
મોડાસાની કોવિડ-19 હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ માઝુમ નદીના કિનારે સળગાવવામાં આવતા લોકોમાં રોષ - Biomedical waste
અરવલ્લી જિલ્લાના મોડાસામાં હાલ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે લોકો આરોગ્ય અંગે ચિંતત બન્યા છે. જો કે, મોડાસાની કોવિડ હોસ્પિટલ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે બેદરકારી દાખવી રહ્યુ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં હાલ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે લોકો આરોગ્ય અંગે ચિંતત બન્યા છે. મોડાસાની કોવિડ હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે બેદરકારી દાખવી રહ્યુ છે.
કોવિડ-19 હોસ્પિટલમાં નીકળતો બાયોમેડિકલ વેસ્ટ અને કચરો નજીકમાંથી પસાર થતી માઝુમ નદીના પટમાં સળગાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલની આસપાસના રહેણાંક વિસ્તારો અને ધર્મ સ્થાનો આવેલા છે. તેથી લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થયો છે. આ વિસ્તારના લોકોએ કર્મકારીઓ વારંવાર વિનંતી કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.