- રાજકોટ મનપા કમિશ્નરની કાર્યવાહી
- સ્ટર્લિંગ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરી
- કોવિડ હોસ્પિટલોમાં વધી રહ્યા છે આગના બનાવો
રાજકોટઃ રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ એલર્ટ થયું છે. તેમજ દરરોજ અલગ અલગ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેના સાધનોની ચકાસણી કરી રહ્યું છે અને જરૂર જણાય તો નોટિસ પણ પાઠવી રહ્યું છે. ત્યારે સોમવારે રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા પણ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલની મુલાકાત કહેવામાં આવી હતી. જ્યાં કમિશ્નર દ્વારા ફાયર સેફટી અંગે ચકાસણી પણ કરી હતી.
રાજકોટ મનપા કમિશ્નરે સ્ટર્લિંગ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરી કમિશ્નરે કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત
રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવીડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જ્યાં સોમવારના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જ્યાં કુલ 208 બેડની હોસ્પિટલ છે. જેમાંથી 98 બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરે I.C.U., હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફ્ટી વગેરેની ચકાસણી કરી હતી.