- રાજ્યના 9685 પૈકી 5489 ગામમાં વીજ પુરવઠો યથાવત કરાયો
- 899 રસ્તાઓ મોટરેબલ કરાયા
- 4196 ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અંધારપટ
ગાંધીનગર : રાજ્યના દરિયાકિનારે 17 મે ના રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં નુકસાન થયું છે. જ્યારે અનેક જિલ્લાઓમાં વાવાઝોડાના ટકરાવાથી રોડ રસ્તાઓ અને વીજ સપ્લાય પણ ખોરવાયો હતો ત્યારે બુધવારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 5489 ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો યથાવત કરવામાં આવ્યો છે.
કયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો યથાવત કરાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે ભાવનગર અમરેલી જામનગર અને ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો વાવાઝોડાને લઈને પ્રભાવિત થયો હતો પરંતુ ઉર્જા વિભાગની ટીમ દ્વારા પુનઃ વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા ની કામગીરી થઇ રહી છે જેમાં અમરેલીના 699 પૈકી 123 ભાવનગરના 843 પૈકી 123, જૂનાગઢના 589 પૈકી 412, ગીર સોમનાથમાં 357 પૈકી 123, બોટાદના 277 પૈકી 154, સુરેન્દ્રનગરના 956 પૈકી 705, ગામડાઓમાં વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ દ્વારકા જામનગર કચ્છ અને પોરબંદરના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ભરૂચ નર્મદા સુરત જેવા તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને પગલે જે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
959 રસ્તાઓ પૈકી 899 રસ્તાઓ શરૂ