પોરબંદર પાલિકા દ્વારા અનેક વાર સૂચનો આપ્યા હોવા છતા લોકો દ્વારા પચાસ માઈક્રોનથી પાતળા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ પાનપીસ ચાની પ્યાલીઑની નોટિસ પણ સરકારે પાઠવેલ છે. છતા આજે જુદા-જુદા વિસ્તારોમાં આજે ચેકિંગ હાથ ધરતા કમલા બાગ વાડી પ્લોટ શાક માર્કેટ અને લીમડા ચોક શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક બેગ વેચતા રંગે હાથ ઝડપી કુલ 70 કિલો પ્લાસ્ટિક બેગ અને 2000 નંગ ચાની પ્યાલીનો 4000 જેટલો વહીવટી ચાર્જ વેપારીઑ પાસેથી વસૂલ્યો હતો.
પ્લાસ્ટિક બેગ જપ્ત કરતી પોરબંદર પાલિકા, પ્લાસ્ટિક ઉત્પાદન રોકવામાં નિષ્ફળ - gujarat news
પોરબંદરઃ પચાસ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક બેગ અને કોઈ પણ પ્લાસ્ટિક ઉત્પાદનો હાનિકારક છે અને તેના પર પ્રતિબંધ હોવા છતા હજુ તેનું વેચાણ થઈ રહ્યું છે. પોરબંદર પાલિકાએ વિવિધ સ્થળો પરથી પ્લાસ્ટિક બેગનો 70 કિલો જેટલો જથ્થો જ્પ્ત કર્યો છે. પરંતુ 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક બનાવટ ઉત્પાદન રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે .જે સ્પષ્ટ છે.
સ્પોટ ફોટો
પરંતુ આ પાલિકા દ્વારા કે કોઈ સરકારી અધિકારી દ્વારા આ પ્લાસ્ટિકના ઉત્પાદનો જ્યાં બનાવવામાં આવે છે. અથવા જ્યાંથી વેચવામાં આવે છે. ત્યાં કોઈ પ્રકારના પગલાં હાથ ધરવામાં આવતા નથી. તો આ બાબત લોકોના મનમાં પણ નથી ઊતરતી કે એક તરફ સરકાર દ્વારા પ્લાસ્ટિક બેગ ન વાપરવાની સલાહ આપે છે અને બીજી બાજુ આ ઉત્પાદન પર રોક લગાવવામાં નિષ્ફળનીવડી છે. જે સ્પષ્ટ જોવામળે છે.