તૌકતે વાવાઝોડુ સાવચેતીના ભાગરૂપે લેવાયા પગલા
NRBM અને વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા લોકોને ગોત્રી હોસ્પિટલ ખસેડાયા
જ્યારે ઓક્સિજનની ઓછી જરૂરિયાતવાળા લોકોને સમરસ ખાતે ખસેડાયા
તૌકતે વાવાઝોડુ સાવચેતીના ભાગરૂપે લેવાયા પગલા
NRBM અને વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા લોકોને ગોત્રી હોસ્પિટલ ખસેડાયા
જ્યારે ઓક્સિજનની ઓછી જરૂરિયાતવાળા લોકોને સમરસ ખાતે ખસેડાયા
વડોદરા: શહેર અને જિલ્લામાં તાઉતે વાવાઝોડાના પ્રભાવથી વરસાદ થવાની અને વેગીલા પવનો ફૂકાવા ની શક્યતા છે. તેને અનુલક્ષીને તકેદારી અને અગ્રિમ આયોજનના ભાગ રૂપે અટલાદરા સત્સંગ સ્થળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના 145 કોવિડ દર્દીઓને તબક્કાવાર અને પૂરતી સાવચેતી સાથે ગોત્રી અને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.
અટલાદરા સત્સંગ સ્થળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના 145 કોવિડ દર્દીઓ સમરસ કોવિડ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા
શહેર અને જિલ્લામાં તાઉતે વાવાઝોડાના પ્રભાવ થી વરસાદ થવાની અને વેગીલા પવનો ફૂકાવાની શક્યતા છે.તેને અનુલક્ષીને તકેદારી અને અગ્રિમ આયોજનના ભાગરૂપે અટલાદરા સત્સંગ સ્થળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના 145 કોવિડ દર્દીઓને તબક્કાવાર અને પૂરતી સાવચેતી સાથે ગોત્રી અને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવે આ અંગે જણાવ્યું કે આજે સવારે અહી 210 દર્દીઓ હતા જે પૈકી દિવસ દરમિયાન 65 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. આયોજન પ્રમાણે NRBM પરના અને વધુ ઓક્સિજનની જરૂરવાળા 50 જેટલાં દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે.
જ્યારે 95 જેટલા દર્દીઓ જેમને ઓછા ઓક્સિજનની જરૂર છે અથવા જેઓ રૂમ એર પર છે તેમને સમરસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે. આ પ્રક્રિયા ખૂબ જ સુઆયોજિત રીતે અને શાંતિપૂર્વક હાથ ધરવામાં આવી છે.