ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: પોલીસકર્મીઓના કરેલા 7500 ટેસ્ટમાંથી 51ને કોરોના પોઝિટિવ - Ahmedabad news

અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો કેટલાકને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ: પોલીસકર્મીઓના કરેલા 7500 ટેસ્ટમાંથી 51ને કોરોના પોઝિટિવ
અમદાવાદ: પોલીસકર્મીઓના કરેલા 7500 ટેસ્ટમાંથી 51ને કોરોના પોઝિટિવ

By

Published : Aug 20, 2020, 7:12 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી કરેલા 7500 ટેસ્ટમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ તો કેટલાકને ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે.

હજુ પણ અગામી 2-3 દિવસ સુધી આ પ્રકારે પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી ખબર પડશે કે, અમદાવાદમાં ફરજ બજાવતા કેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ છે.

ABOUT THE AUTHOR

...view details