જૂનાગઢઃ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે માળીયા નજીક આવેલો વ્રજમી ડેમ રવિવારે ફરી એક વખત ઓવરફ્લો થયો છે. જે પ્રકારે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને કારણે ડેમમાં પાણીનો પ્રવાહ પુરપાટ ઝડપે આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ડેમ છલકાયો છે.
જૂનાગઢ: ભારે વરસાદના કારણે માળીયા નજીક આવેલા વ્રજમી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા
જૂનાગઢમાં અતિ ભારે વરસાદને કારણે વ્રજમી ડેમના 9 દરવાજા ખોલવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
વ્રજમી ડેમ
બે દિવસ અગાઉ પણ વ્રજમી ડેમના ચાર દરવાજા ખોલવાની ફરજ પડી હતી, ત્યારે રવિવારે સતત અને અતિ ભારે વરસાદને કારણે વ્રજમી ડેમના 9 દરવાજા ખોલવાની ફરજ સત્તાવાળાઓને પડી છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.