મહેસાણા જિલ્લામાં 28 દિવસ બાદ બજારો સવારથી બપોર સુધી ખુલ્લા રખાયા.!
સરકારે રાહત આપતા વેપારીઓના ધંધા રોજગાર પુનઃ ધમધમ્યા
મહેસાણા જિલ્લામાં 28 દિવસ બાદ બજારો સવારથી બપોર સુધી ખુલ્લા રખાયા.!
સરકારે રાહત આપતા વેપારીઓના ધંધા રોજગાર પુનઃ ધમધમ્યા
કોરોના ગાઈડ લાઇન સાથે બજારો ખુલ્લા રાખવામાં આવ્યા
મહેસાણા: જિલ્લામાં છેલ્લા 28 દિવસથી સતત બંધ બજારો આજે ખુલ્લા થતા શહેરોમાં જીવ પુરાયો હોય તેમ જીવંત જોવા મળ્યા છે. કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનને બદલે આંશિક લોકડાઉન કેટલાક શહેરો માટે જાહેર કરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં મહેસાણા, વિસનગર અને કડી સહિતના વિસ્તારમાં રાત્રી કરફ્યુ અમલી કરાયો તો દિવસે વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન રાખવામાં આવ્યું હતું જેને પગલે છેલ્લા 28 દિવસથી બજારો બંધ રહ્યા હતા. જો કે આવશ્યક ચીજવસ્તુઓ માટે બજારો ખુલ્લા રહ્યા હતા ત્યારે સરકારે આંશિક લોકડાઉનને હળવું કરતા આજે મહેસાણા જિલ્લાના તમામ શહેરોમાં બજારો પુનઃ શરૂ થયા છે અને વેપરીઓ સરકારની સૂચના મુજબ સવારથી બપોરના 3 વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખનાર છે.