વડોદરામાં ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, દેશના રમતગમતપ્રધાન કિરણ રિજ્જુ રહ્યાં ઉપસ્થિત - વડોદરા
વડોદરાઃ બુધવારે ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ બરોડા અને અલ્ટીમેટ ટેબલ ટેનિસ દ્વારા છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધાનું વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
વડોદરા ખાતે યોજાયેલી આ સ્પર્ધાના ઈનોગ્રેશનમાં દેશના રમતપ્રધાન કિરણ રિજ્જુ અને ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કિરણ રિજ્જુએ જણાવ્યું હતુ કે રમશે ભારત અંતર્ગત દેશને હજુ પણ નવી યુવા પ્રતિભાઓ મળશે. ગુજરાતમાં ઘણું પોટેન્સિયલ રહેલું છે. નાની ઉંમરના બાળકોને ભારત સરકાર લક્ષમાં રાખશે. જેથી ખેલાડીઓને ફાયદો થઈ શકે. આ સાથે સમગ્ર દેશમાં ખેલનું વાતાવરણ બનાવીશું. તેમજ ખેલો ઈન્ડિયા અંતર્ગત ખૂણે-ખૂણેથી પ્રતિભાઓને શોધીશું. વડોદરામાં યોજાયેલી સ્પર્ધામાં ભારત, ચીન, ઈન્ડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ અને યુએઈ જેવા દેશોએ ભાગ લીધો હતો.