મોરબીઃ માળિયા પંથકમાં નજીવી બાબતે ત્રણ ઇસમોએ પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો કરતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયાના રહેવાસી પ્રદીપ નિરંજન જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ મનોજ કાર લઈને મોરબી દવાખાને જવા નીકળ્યો હતો, ત્યારે દુકાન પાસે અંજીયાસરનો રિક્ષાવાળો મીયાણો રિક્ષા આડી રાખી ઉભો હોવાથી મનોજે રિક્ષા સાઈડમાં રાખવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ જઈને અહિયાં જ રહેજે હમણાં આવું છું કહીને રીક્ષા લઈને ગયો અને થોડીવારમાં પાછો આવી રિક્ષામાં સોકત ઉર્ફે ટકી તાજમહંમદ જેડા, તેનો ભાઈ અલ્લારખા તાજમહમદ જેડા રિક્ષામાં હતા. જે ત્રણેય રિક્ષામાંથી ઉતરી હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને મનોજને માથામાં ધોકો મારતા મનોજ ઘયલ થયો હતો.