- ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહિ
- આજે 6 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા, કુલ કેસ 628
- કોરોનાના કારણે અત્યાર સુધી 25 વ્યક્તિઓના મોત, હાલ એક્ટિવ કેસ 72
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં આ અગાઉ કુલ 628 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 556 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 72 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસો પૈકી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 58 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.
જિલ્લામાં 882 વ્યક્તિઓ હોમ કવોરેન્ટાઈન કરાયા
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 882 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 10176 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 78 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 252 ઘરોને આવરી લઈ 1103વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)મા 390 ઘરોને સાંકળી લઈ 1600 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે.