ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાગ્રસ્ત દંપતીને અમદાવાદની હોસ્પિટલમાં બેડ માટે થયો કડવો અનુભવ - અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ

દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે રાજસ્થાનના દંપતીને કોરોના સંક્રમિત થતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ સારવાર અર્થે તેઓ અમદાવાદ આવ્યા પરંતુ અમદાવાદમાં કોરોના સારવાર માટે બેડ માટે તેમને કડવો અનુભવ થયો હતો.

કોરોનાગ્રસ્ત દંપતીને અમદાવાદની હોસ્પિટલમાં બેડ માટે થયો કડવો અનુભવ
કોરોનાગ્રસ્ત દંપતીને અમદાવાદની હોસ્પિટલમાં બેડ માટે થયો કડવો અનુભવ

By

Published : May 5, 2021, 10:58 PM IST

દેશ અને રાજ્યમાં કોરોનાનું તાંડવ

રાજસ્થાનના પરિવાર સાથે અમદાવાદની હોસ્પિટલે કરી છેતરપિંડી

સારવાર માટે રાજસ્થાનથી અમદાવાદ આવ્યા પરંતુ ખાવા પડ્યા ધક્કા

અમદાવાદ: કોરોના વાઇરસના કારણે રાજ્યમાં તમામ હોસ્પિટલો ફુલ જોવા મળી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. જો કે તમામ જગ્યાએ મોં માગ્યા પૈસા ચૂકવવા છતાં પણ હાલમાં ખાનગી હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. ત્યારે રાજસ્થાનના એક કોરોનાગ્રસ્ત દંપતીની તબિયત વધુ લથડતા તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ તેમને એક કડવો અનુભવ થયો તેમને મણિનગરના જવાહર ચોક નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બે બેડ નોંધાવીને એડવાન્સમાં રૂ. 1 લાખ રૂપિયા ઓનલાઈન રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદમાં એમ્બ્યુલન્સ કરીને રાજસ્થાનથી અમદાવાદ આવ્યા. પરંતુ હોસ્પિટલે તેમને બેડ ખાલી ન હોવાનું કહીને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. તે સમયે દંપતિની તબિયત વધુ ખરાબ થતા આખરે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેથી આ અંગે દર્દીના દીકરાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રાજસ્થાનના કોરોના સંક્રમિત દર્દીને થયો અમદાવાદમાં કડવો અનુભવ

રાજસ્થાનના એક દંપતિને કોરોનાની સારવાર માટે અમદાવાદના મણિનગર પાસે એક ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાની માહિતીના આધારે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. તે દરમિયાન હોસ્પિટલ તરફથી બેડ ખાલી હોવાનું જણાવાતા એડવાન્સમાં 1 લાખ ઓનલાઈન ભરીને 75 હજારનું એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવી દંપતિને 5 કલાકની લાંબી મુસાફરી કરી રાજસ્થાન થી અમદાવાદ આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા ડોકટરે બેડ ખાલી ન હોવાનું કહીને તેમને દાખલ કરવાની મુફફટ થઈ ને ના કહી દીધી હતી અને તેમને ધક્કા મારીને કાઢી મુક્યા હતા. જેથી પરિવારે પોલીસ બોલાવી જોકે કોરોના સંક્રમિત દંપતીની તબિયત વધુ બગડતી હોવાથી હાલ તેઓને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોનાના કપરા સમયમાં દર્દી સાથે છેતરપિંડી

સમગ્ર ઘટના અંગે જ્યારે દર્દીના દીકરા સાથે વાતચિત થઈ ત્યારે તેમને જણાવ્યું કે તેના માતા પિતાને કોરોના થતા તેમને રાજસ્થાનની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે દરમિયાન તબિયત ખુબ જ નાજુક અને વધુ બગડતા અમદાવાદ ખસેડવાનું વિચાર કરવામાં આવ્યો હતો તે દરમિયાન તેમણે અમદાવાદ જવાહર ચોક નજીકની હોસ્પિટલના ડોકટરને ફોન કરી હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું હતું. જ્યાં એક બેડના 25 હજાર એમ બે બેડના એક દિવસના કુલ 50 હજાર અને દવાનો ચાર્જ અલગથી લેવાનું કહ્યું હતું. જેને ધ્યાને રાખી તુરંત પરિવારના દીકરાએ એડવાન્સ પેટે 1 લાખ માગ્યા તે તુરંત ઓનલાઇન જમા કરાવી દીધા હતા. ત્યારબાદ 1 મે ના રોજ ડોકટરને ફોન કરીને જગ્યા ખાલી હોય તો જ ત્યાંથી નીકળવાનું પૂછતા ડોકટરે રૂપિયાની હા હા કહીને અમદાવાદ બોલાવી દીધા હતા.

દંપતિ અમદાવાદમાં આવ્યા પછી પણ ભટકતા રહ્યા ત્યારે આખરે સિવિલમાં દાખલ થયા

દીકરો માતા-પિતાને લઈને સાંજે રાજસ્થાનના પાલીથી રૂ. 75 હજાર એમ્બ્યુલન્સનું ભાડું અને ઓક્સિજનની બોટલના રૂ. 25 હજાર ખર્ચીને નીકળ્યો અમદાવાદમાં રાત્રે પહોંચ્યો હતો. તે દરમિયાન હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર ફોન ઉપાડ્યા ન હતા. ઉલટાનું હોસ્પિટલ સ્ટાફે તેમને ત્યાંથી ધક્કામારી કાઢી મુક્યા હતા. ત્યારે રાત્રીના 12 વાગ્યા પણ દર્દીને સારવાર મળી નહીં અને તબિયત વધુ બગડતી હોવાથી બાદમાં તેમને અંતે અમદાવાદ અસારવા સિવિલમાં દાખલ કરવા પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details