હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો
ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર પી લીધું હતુ
સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો
ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર પી લીધું હતુ
સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગીતા પઠાણ અમને તપાસમાં સહકાર નથી આપતા : ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ: હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મહિલા પીઆઇ ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનુ સામે આવ્યુ છે. મહિલા PI ગીતા પઠાણની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હનીટ્રેપ કેસ બાદ પીઆઇ ગીતા પઠાણ ફરાર થઇ ગયા હતા.
સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી
અગાઉ તેઓ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા. જેતે સમયે મહિલા પોલીસ સ્ટેશન બહાર હનીટ્રેપ કૌભાંડ ચાલતું હતું. જોકે ગીતા પઠાણની બાદમાં બદલી થતા પાટણમાં ફરજ બજાવતા હતા. તેમની વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે. PI પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.