ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોનાના 30 નવા પોઝિટિવ કેસ આવ્યા સામે, 59 લોકો સ્વસ્થ થયા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. તો સ્વસ્થ થનારા દર્દીઓમાં વધારો નોંધાયો છે. સોમવારે આ વિસ્તારમાંથી 59 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેની સામે માત્ર 30 દર્દીઓ જ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં કોરોના
વલસાડ જિલ્લામાં કોરોના

By

Published : Aug 17, 2020, 8:09 PM IST

વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. તો સ્વસ્થ થનારા દર્દીઓમાં વધારો નોંધાયો છે. સોમવારે આ વિસ્તારમાંથી 59 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેની સામે માત્ર 30 દર્દીઓ જ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સોમવાર 17 ઓગસ્ટના કોરોના પોઝિટિવ દર્દીઓની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 5, દમણમાં 6 અને દાદરા નગર હવેલીમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે સ્વસ્થ થયેલા દર્દીઓની વાત કરીએ તો વલસાડમાં 12, દમણમાં 19 અને દાદરા નગર હવેલીમાં 28 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં નવા 30 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે, 59 લોકો સ્વસ્થ થયા
એ જ રીતે આ વિસ્તારમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓ, એક્ટિવ દર્દીઓ અને સ્વસ્થ થનારા દર્દીઓની વિગતો જોઈએ તો વલસાડ જિલ્લામાં કુલ 867 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 651 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. 125 સારવાર હેઠળ છે. દમણમાં કુલ 878 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 708 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. 170 સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીમાં કુલ 857 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 644 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. 213 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોતને ભેટેલા દર્દીઓની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સોમવારે વધુ એક દર્દીનું મોત થયું હતું. એ સાથે કુલ મૃત્યુ આંક 94 પર પહોંચ્યો છે. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અત્યાર સુધીમાં માત્ર 1-1 મૃત્યુ જ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, હાલ છેલ્લા ત્રણેક દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા નાગરિકોમાં અને આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર માટે રાહતના દિવસો પુરવાર થયા છે.

ABOUT THE AUTHOR

...view details