● પાટણમાં RSS દ્વારા શિશુ મંદિર સ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
●મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન
● રક્તદાન કેમ્પમાં 31 બોટલ બ્લડ યુનિટ અને 3 બોટલ પ્લાઝમા એકત્ર થયુ
● પાટણમાં RSS દ્વારા શિશુ મંદિર સ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
●મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન
● રક્તદાન કેમ્પમાં 31 બોટલ બ્લડ યુનિટ અને 3 બોટલ પ્લાઝમા એકત્ર થયુ
પાટણ: શહેરના પારેવા સર્કલ પાસે આવેલા શિશુમંદિર શાળા સંકૂલ ખાતે આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 18 થી 45 વર્ષના યુવાઓને રક્તદાન અને પ્લાઝમા દાન આપવાની અપીલ કરતાં 100 થી વધુ લોકોએ આ અંગે પોતાની રક્તદાન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજે સવારે 9 થી બપોરે 1 કલાક સુધી આ રક્તદાન કેમ્પ શિશુમંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પને જિલ્લા સંઘચાલક નિખિલભાઈ ખમાર, નગર સંઘચાલક નિરંજનભાઈ , ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ જગદીશભાઇ, મહેસાણા વિભાગ સંઘચાલક નવીનભાઈ સહિતે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને શરૂ કરાવ્યો હતો. જેમાં 12 વાગ્યા સુધીમાં 31 બોટલ રક્તદાન થયું અને ૩ બોટલ પ્લાઝમા પણ મળ્યું હતું .
પહેલા રક્તદાન અને પછી રસીકરણના સુત્રને સાર્થક કરવા યુવાઓએ કરી અપીલ
રક્તદાન કરનાર યુવાનોએ પણ સમાજના બાંધવોને આજે રક્ત અને પ્લાઝમાની જરૂર છે. ત્યારે યુવા આગળ આવી પહેલા રકતદાન પછી રસીકરણ ના સૂત્રને સાર્થક કરવાની અપીલ કરી હતી. સાથે સાથે રક્તદાન કરીને જતાં યુવાઓને એક માટીનું કૂંડું અને પક્ષીઓ માટે માટીનું ઘર પણ આપવામાં આવ્યું જેથી કરીને અન્ય પક્ષીઓને પણ સંકટની ઘડીમાં ભૂલી ન જઈએ અને જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે.