ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ, 25 દર્દીઓ સ્વસ્થ થયા - 25 patients recovered

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં શનિવારે કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે, તો વધુ 25 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા 21 કેસ સાથે કુલ કેસનો આંક થયો છે. જેમાં 150 એક્ટિવ કેસ, 289 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે કુલ 34 દર્દીના મોત થયા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ, 25 દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ, 25 દર્દીઓ સ્વસ્થ થયા

By

Published : Aug 9, 2020, 1:59 PM IST

મોરબીઃ જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. જેમાં શનિવારે કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે, તો વધુ 25 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં નવા કેસોમાં નવા બસ સ્ટેન્ડ સામે યદુનંદન પાર્કમાં રહેતા 42 વર્ષના પુરુષ, મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે ગણેશનગરમાં રહેતા 45 વર્ષના પુરુષ, મોરબીના ખત્રીવાડમાં રહેતા 81 વર્ષીય મહિલા, સ્ટેશન રોડ પર471 રહેતા 61 વર્ષના મહિલા, અવની ચોકડી ઉમા પાર્ક સીયારામ હાઈટ્સના રહેવાસી 64 વર્ષીય મહિલા, લક્ષ્મીનગરના રહેવાસી 45 વર્ષના પુરુષ, હળવદમાં રહેતા 30 વર્ષના પુરુષ, સામાકાંઠે હાઉસિંગમાં રહેતા 69 વર્ષના પુરુષ, ગ્રીન ચોકમાં રહેતા 38 વર્ષના પુરુષ, કાલિકા પ્લોટ 2માં રહેતા 63 વર્ષના મહિલા, લખધીરવાસમાં રહેતા 65 વર્ષના પુરુષ, વજેપર શેરી નંબર 16માં 57 વર્ષ પુરુષ અને 35 વર્ષ મહિલા, વાઘપરા 8 માં રહેતા 56 વર્ષના મહિલા, રવાપર રોડ માણેક સોસાયટીમાં રહેતા 48 વર્ષના પુરુષ, 50 વર્ષના પુરુષ, 50 વર્ષની મહિલા, 25 વર્ષના પુરુષ, સત્યમ પાન વાળી શેરીમાં ભક્તિનગર 2માં રહેતા 30 વર્ષના પુરુષ અને 54 વર્ષના પુરુષ, રવાપર ગંગા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષના પુરુષ એમ 21 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જ્યારે વધુ 25 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા 21 કેસ સાથે કુલ કેસનો આંક થયો છે. જેમાં 150 એક્ટીવ કેસ, 289 દર્દીઓ સ્વસ્થ થયા છે, જયારે કુલ 34 દર્દીના મોત થયા છે

ABOUT THE AUTHOR

...view details