ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ, ચોવીસ કલાકમાં 2 દર્દીના મોત - latest news of covid 19

જિલ્લામાં કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવતા કુલની સંખ્યા 22એ પહોંચી છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે.

કોરોના
કોરોના

By

Published : Jun 13, 2020, 2:52 PM IST

અમરેલીઃ જિલ્લો કોરોનાના ભરડામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોતથી જિલ્લામાં હડકંપ મચી ગયો છે. તો અત્યાર સુધીમાં કુલ 4 જેટલા દર્દીઓના અવસાન થયા છે.

તેની સાથે આજરોજ શનિવારે અમરેલી જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે આવેલા ધારીના ભાડેરના યુવકના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબીબને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અમરેલી જિલ્લામાં અત્યારસુધી કોરોનાના કુલ 22 કેસ નોંધાયા છે. જેમાં 10 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. હાલ અમરેલીમાં કોરોનાના 8 એક્ટિવ કેસો છે. આમ, પ્રતિદિન વધી રહેલા કોરોના કેસના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છતાં કોઈ ખાસ પરીણામ જોવા મળી રહ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details