મોરબીઃ જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે અને કોરોનાના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લામાં વધુ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો 11 દર્દીઓ સ્વસ્થ થયા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
મોરબી જિલ્લામાં વધુ 11 કોરોનાના પોઝિટિવ કેસ, 1 દર્દીનું મોત - કોરોનાને મંહાત
મોરબી જિલ્લામાં કેસનો આંક 558 પર પહોચ્યો છે, તો 345 દર્દીઓએ કોરોનાને મંહાત આપી ચુક્યા છે અને 39 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 176 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે.
મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસમાં મોરબીની કડિયા કુંભાર શેરીમાં રહેતા 60 વર્ષના પુરુષ, વાધપરામાં રહેતા 40 વર્ષના પુરુષ, ગેસ્ટ હાઉસ રોડ પર રહેતા 31 વર્ષના મહિલા, દરબારગઢ વિસ્તારમાં રહેતા 26 વર્ષનો યુવાન, નવાડેલા રોડ પર રહેતા 53 વર્ષના મહિલા,યંદુનંદન પાર્કમાં આવેલા મારુતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષના પુરુષ, ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી-7 માં રહેતા 45 વર્ષના પુરુષ, વાંકાનેરમાં 4 કેસ નોંધાયા જેમાં વાંકાનેરની ઘાંચી પિંજારા મસ્જીદ શેરીમાં રહેતા 59 વર્ષના પુરુષ,પોલીસ લાઈનમાં રહેતા 45 વર્ષના પુરુષ, ગુલશન પાર્કમાં રહેતા 50 વર્ષના મહિલા અને 26 વર્ષના યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
મોરબી જિલ્લામાં વધુ 1 મૃત્યુ થયું છે. જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને ગત 04 ઓગસ્ટના રોજ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું અને મૃતક દર્દીઓને ડાયાબીટીસ, બી.પી.હદયરોગની બીમારી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં કેસનો આંક 558 પર પહોચ્યો છે, તો 345 દર્દીઓએ કોરોનાને મંહાત આપી ચુક્યા છે અને 39 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 176 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે.