મહુવા તાલુકાના આંગલધારામાંમાં કૃપા વે બ્રીજ ચલાવતા સંજયસિંહ દિલીપસિંહ દેસાઈની ગત તારીખ 8 જુનની રાત્રી દરમિયાન ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાના પ્રાથમિક તબક્કે પત્ની કૃપાની ફરિયાદના આધારે પોલીસે સંજયના પિતા અને બે બનેવી સાથેના મિલકતના ઝઘડાના કારણે શંકાના દાયરામાં લઈ તપાસ શરૂ કરી હતી.
પત્ની કૃપાની ફરિયાદ સાથે મહુવા પંથકમાં મિલકતના કૌટુંમ્બિક ઝઘડાની વાતે જોર પકડયું હતું. જિલ્લા પોલીસ પણ આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી હતી. પણ પોલીસે તપાસ દરમિયાન મોબાઈલ સર્વેલન્સ અને મૃતક સંજયના મોબાઇલમાંથી કૃપા અને તેના ઘરમાં 8 વર્ષથી ભાડે રહેતા કાન્તિ ઉર્ફે કાનસિંઘ દાનસિંઘ રાજપુરોહિત વચ્ચેના સંબંધોના પુરાવા મળ્યા હતા. જેના પગલે પોલીસે લગ્નેતર સબંધમાં હત્યા થયાની દિશા પકડી હતી. જેમાં મહુવા પોલીસ પાસેથી LCBએ તપાસ લઈ ઝીણવટભરી તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી આરોપીઓને ધરપકડ કરી હતી.
મળતી મહિતી પ્રમાણે, મૃતક સંજયની પત્ની કૃપાના ઘટનાના મુખ્ય આરોપી કાન્તિ વચ્ચે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ એક વર્ષ પૂર્વે સંજયને થઇ ગઈ હતી. સંજયે આ મામલે કૃપા અને કાન્તિ સાથે વાતચીત પણ કરી હતી. જેમાં કાન્તિને પોતાની હત્યા થવાનો ભય હતો. તે દરમિયાન ઘરમાં મિલકત બાબતે ઝઘડો ચાલતો હતો. ત્યારે સંજયની હત્યા ખપાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. કાન્તિ અને કૃપાએ ગામમાં ચાંદની રેડીમેન્ટની દુકાન ચલાવતા શ્રવણસિંધ બાબુસિંઘ રાજપુહિતને 10 લાખ રૂપિયામાં સંજયની હત્યા કરવાની લાંચ અપી હતી.