ગુજરાત

gujarat

ETV Bharat / state

ચારિત્ર પર શંકા કરનાર પત્નિએ કરી પતિની હત્યા - Gujrati news

તાપીઃ જિલ્લાના નાના બંધારપાડા ગામે પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખીને પત્ની પર લાકડી વડે હુમલો કરતા ઉશ્કેરાયેલ પત્નીએ પતિના હાથમાંથી લાકડી ઝૂંટવી પતિ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સોનગઢ પોલીસ ચોપડે રજીસ્ટર થઇ છે. બનાવ અંગે પોલીસે હત્યારી પત્નીની તપાસ હાથ ધરી છે.

ચારિત્ર પર શંકા કરનાર પત્નિએ કરી પતિની હત્યા

By

Published : May 26, 2019, 10:27 PM IST

મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામના ડુંગરી ફળીયામાં રહેતા જમસિંગભાઈ ઇદાલજીભાઈ ગામીત (ઉ.વ.૪૭) એ તા.૨૫મી મે નારોજ રાત્રે ૯:૪૫ વાગ્યાની આસપાસ પત્ની રમીલાબેનને “તારો કોઈ બીજા પુરૂષ સાથે આડો સંબંધ છે” તેમ કહી ઝગડો કરી રમીલાબેનને બંને આંખના ઉપરના માથાના ભાગે લાકડાના સપાટા માર્યા હતાં ત્યારે ઉશ્કેરાય ગયેલી પત્નીએ હાથમાંથી લાકડું ખેચી લઇને પતિ જમસિંગભાઈને ડાબી આંખના ઉપરના ભાગે માથામાં તથા ગળાના ભાગે,છાતીના ભાગે તેમજ જમણા ખભ્ભા પર લાકડાના સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.બનાવ અંગે જીગ્નેશભાઇ જમસિંગભાઈ ગામીતની ફરિયાદને આધારે સોનગઢ પોલીસ મથકે રમીલાબેન જમસિંગભાઈ ગામીત વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી હત્યારી પત્નીની તપાસ હાથ ધરી હતી. વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનના PI સી.કે.ચૌધરી કરી રહ્યા છે.

ચારિત્ર પર શંકા કરનાર પત્નિએ કરી પતિની હત્યા

ABOUT THE AUTHOR

...view details