વાલોડના અંબાજ ગામે પ્રધાનમંત્રી જન મન કાર્યક્રમ યોજાયો તાપી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પીએમ-જનધન યોજના, પીએમ-માતૃ વંદના યોજના, પીએમ-વિશ્વકર્મા યોજના, પીએમ-ઉજ્જવલા યોજના, પીએમ-આવાસ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, વન અધિકાર અધિનિયમ, કિસાન ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, અને જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય - લાભો પહોંચાડવાની નેમ છે. હાલ ગુજરાત રાજયમાં કાથોડી, કોટવાલીયા, પઢાર, સીદ્દી, કોલધાનો એમ ૫ આદિમજૂથ જાતિઓ સમાવિષ્ટ છે. જેમને આવનાર દિવસોમાં સો ટકા સરકારી લાભોથી લાભાંવીત કરાશે.
24000 કરોડની યોજના: તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ એ સમગ્ર યોજના વિષે જણાવ્યું હતું કે, સમગ્ર દેશની અંદર 28 લાખથી વધુ પરિવારો લગભગ સાત લાખ જેટલા ઘરો આદિમ જૂથની અંદર અલગ અલગ જ્ઞાતિઓમાં સમાવેશ થતો હતો. ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ લગભગ 6000 જેટલા ઘરો અને 27,000 થી વધુ વસ્તી જિલ્લાની અંદર આવેલી છે ત્યારે વડાપ્રધાન મોદીએ વર્ષોથી આ લાભથી વંચિત રહેતા હતા એ તમામ લોકોને લાભ મળે એટલા માટે 24000 કરોડની યોજના તેમણે લોકો માટે અર્પણ કરી છે. તાપી જિલ્લાની અંદર પણ આજે લગભગ 489 જેટલા નવા ઘરો માટે પણ એમને ઓર્ડર અપાયા છે. સાથે સાથે લગભગ 1500 જેટલા વીજ કનેક્શન પણ અપાવ્યા છે, તે રીતે આદિમ જૂથના લોકો જે વાંસ કામ કરે છે, અલગ-અલગ વસ્તુઓ બનાવે છે એ વસ્તુઓ તાપી જિલ્લા પૂરતી સીમિત ન રહી જાય એ બધા શહેરોમાં જાય એના માટે પણ વન વિભાગ દ્વારા આયોજન કરાવામાં આવી રહ્યું છે.
અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે, અને વીજળીની પહેલા સુવિધા ન હતી અત્યારે તેની પણ સુવિધા પ્રાપ્ત થઈ છે. જેથી અમે વાંચી શકીએ છીએ અને ગેસ કનેક્શન મળવાથી અમારે ચૂલાના ધુમાડાથી પણ રાહત થઈ છે.- ચંદ્રિકા કોટવાડિયા, લાભાર્થી
35 વર્ષથી લાઈટ કનેક્શન ન હતું, તે મને મળ્યું છે અને ગેસની સુવિધા તથા પાણી પહેલા નદીમાંથી લાવવું પડતું હતું તે હમણાં ઘરે નળમાં આવે છે, તેના માટે હું વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. - લાભાર્થી
- વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
- Tapi News: તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો, 1590 કલાકારોએ ભાગ લીધો