ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી કેટલાક દિવસોથી પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. કાકરાપાર ડેમમાંથી પણ પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી નદી ગાંડી તુર બની છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે તાપી નદી પર આવેલો લેવલ કોઝ વે પર પાણીને લઈને પ્રથમ પ્રભાવિત થાય છે. હાલ કોઝ વે ઉપરથી પાણી વહી જતા સલામતીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝ વે ને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
બારડોલીના હરીપુરા ગામે આવેલ કોઝ વેનો પાણીમાં ગરકાવ - કોઝ વે
તાપી: ઉકાઈ ડેમ તેમજ કાકરાપાર ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવે છે. બારડોલી તાલુકાના હરીપુરા ગામે આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા. ડેમમાંથી પાણીની આવક અને બારડોલી પંથકમાં ધોધમાર વરસાદને પગલે તાપી નદી પર આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા.
તાપી નદીમાં પાણીમાં વધારો થતાં હરીપુરા કોઝ વે પર પાણી આવી જાય છે. જયારે કોઝ વે પર પાણી ફરી વડે છે. ખાસ કરીને કોઝ વે પરના 20થી વધુ ગામડાઓનો બારડોલી તેમજ કડોદ સાથે સીધો સંપર્ક તૂટી જાય છે. અવાર નવાર સ્થાનિકોએ કોઝ વે ઊંચો કરવાની માંગ કરી છે. છતાં પણ તંત્ર અને સરકાર દ્વારા ઉદાસીનતા દાખવી રહી છે.
બારડોલી પંથકમાં ભારે વરસાદ અને તાપી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ત્યારે હરિપુરાનો કોઝ વે પાણીમાં ગરકાવ થતા નોકરિયાત વર્ગ, અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.