સ્થાનિકોના મત મુજબ જિલ્લામાં ઉદ્યોગોને મળતું પાણી બંધ કરી ખેડૂતોને આપવા માગ કરી છે. મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી નહેર બંધ કરાવવા નીકળ્યા હતા. જો કે, ત્યાં પહોંચે તે પહેલા જ આંદોલનકારીઓને પોલીસે અટકાવ્યા હતા. ઉકાઈ સિંચાઈ વિભાગ અધિકારી દ્વારા બે દિવસમાં નહેર દ્વારા ખેતી અને પીવાનું પાણી પહોંચાડવા બાંહેધરી અપાઈ હતી.
તાપીમાં પાણી મુદ્દે આદિવાસી લોકોએ તંત્ર સામે મચાવ્યો હોબાળો - Mehul goswami
તાપી: એક બાજુ કાળઝાળ ગરમી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં પાણીની તકલીફો ઉભી થઇ છે. ત્યારે સ્થાનિકોએ હવે લડત ઉપાડી છે. સોમવારના રોજ તાપીના જળસંકટ નિવારણ સમિતિ દ્વારા સિંચાઈ વિભાગ સામે આંદોલનની શરૂઆત કરી છે. તાપી જિલ્લામાં પાણી મુદ્દે આદિવાસી સંગઠનો હવે આગળ આવ્યા છે.
વીડિયો
તેમજ અન્ય કર્મચારીઓ મારફત અધિકારીઓને વાત જણાવતા લોકો અકળાયા હતા અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવવા માગ કરી હતી. નર્મદા બાદ હવે તાપીમાં પણ પાણી મુદ્દે આદિવાસીઓએ લડત ઉપાડતા તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.