ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં સોનગઢના મુખ્ય બજારમાં 80 વર્ષ પૂર્વેની વૈદ્યભુવન ઈમારત જર્જરિત હાલતમાં - gujaratinews

તાપી: જિલ્લામાં આવેલા સોનગઢના મુખ્ય બજારમાં આવેલા વૈદ્યભુવન નામની ઈમારત કે જે ઈમારતનું બાંધકામ 80 વર્ષ પૂર્વે થયું હતું. હાલ આ ઈમારત જર્જરિત હાલતમાં છે. આ વૈદ્યભુવન ઈમારત માટે ભુતકાળના કલેક્ટર દ્વારા સુઓમોટોની તપાસ કરવામાં આવી હતી.

તાપીમાં સોનગઢની મુખ્ય બજારમાં 80 વર્ષ પૂર્વેની વૈદ્યભુવન ઈમારત જર્જરિત હાલતમાં

By

Published : Jun 28, 2019, 10:36 PM IST

આ તપાસ કર્યા બાદ સીટી સર્વેમાંથી તમામ લોકોના માલિકી હક કાઢી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માર્ગ મકાન વિભાગ દ્વારા આ ઈમારત રહેવા, દુકાન કે ધંધો કરવા લાયક નથી. આ જર્જરિત ઈમારતનું સર્ટિફિકેટ સોનગઢ નગર પાલિકાને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સોનગઢ નગર પાલિકાઓ, તમામ દુકાન ધારકોને ઈમારત તોડવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કાયદાને ઘોળીને પી ગયેલા માલિકો દ્વારા આ ઈમારતનું કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હતું.

તાપીમાં સોનગઢના મુખ્ય બજારમાં 80 વર્ષ પૂર્વેની વૈદ્યભુવન ઈમારત જર્જરિત હાલતમાં

આ વૈદ્યભવન ઈમારત કે જે મુખ્ય માર્કેટમાં આવેલું છે. જ્યાં આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે. આ ઈમારતમાં 20 જેટલી દુકાનો કાર્યરત છે. ત્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં આ ઈમારત ધરાશાયી તો મોટી જાનહાનિ થવાની ભીતિ દેખાઈ રહી છે. ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ ઈમારત તોડી પાડવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details