ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ ત્રણ એસ.ટી બસ ડેપોનું લોકાર્પણ કરાયું - bus stand

બારડોલીઃ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત જિલ્લાના ત્રણ જેટલા એસ.ટી બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે બારડોલી ખાતે લોકાર્પણ કર્યું હતું.

123

By

Published : Jun 22, 2019, 6:02 PM IST

Updated : Jun 22, 2019, 6:49 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા શનિવારે ભાવનગરથી 21 જેટલા બસ ડેપોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વિભાગના બારડોલી ડેપોનો પણ સમાવેશ કરાયો હતો. આ તકે રાજ્યના કેબિનેટ પ્રધાન અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે બસ ડેપોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ બારડોલી વિધાનસભામાં બારડોલી અને કડોદરા એમ બે ડેપો નો સમાવેશ કરાયો હતો. તો માંડવીમાં પણ બસ ડેપોનું સાંસદ પરભુ વસાવાએ લોકાર્પણ કર્યું હતું.

સુરત જિલ્લાના ત્રણ એસ ટી બસ ડેપો નું લોકાર્પણ કરાયું

3 કરોડના ખર્ચે નિર્મિત બારડોલી ડેપોના લોકાર્પણની સાથે બારડોલીથી સપ્તાહમાં દર શનિવારે, તેમજ રવિવારે બારડોલીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી A.C બસ દોડાવવાની પણ જાહેરાત કરાઈ હતી. બારડોલી ડેપોમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના કેટલાક બંધ થયેલા રુટો પણ નફાનું ધોરણ ભૂલી સેવા માટે પણ ફરીથી શરૂ કરવામાં આવે તેવી ઈશ્વર પરમાર દ્વારા એસ.ટીના વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી હતી.

Last Updated : Jun 22, 2019, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details