તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા સીંગી ફળિયામાં બગાસમાંથી વ્હાઈટ કોલ બનાવતી સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં ગતરોજ આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં અચાનક આગની ઘટના બનતા દોડધામ મચી હતી.
વ્યારામાં વ્હાઈટ કોલ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ - Kose factory
તાપીઃ વ્યારામાં ગુરૂવારે મોડી સાંજે એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
jg
આગની ઘટનાની જાણ વ્યારા ફાયર ફાઈટરની ટીમને થતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પાણી અને ફોર્મનો છટંકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 50 હજાર જેટલો બગાસ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.