ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી વનવિભાગની કચેરીમાં વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ કરાયું - Guajrati news

તાપીઃ જિલ્લાનાં વ્યારા વનવિભાગની કચેરી ખાતે વનવિભાગ અને જીવદયા પ્રેમીઓનાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ચકલીઘર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પક્ષીપ્રેમીઓને વિનામુલ્યે 1000 જેટલાં ચકલીઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તાપી વનવિભાગની કચેરીમાં વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ કરાયું

By

Published : Jun 2, 2019, 2:23 AM IST

તાપીના વ્યારા વનવિભાગની કચેરી ખાતે વનવિભાગ અને જીવદયા પ્રેમીઓના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ચકલીઘર વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગના અધિકારી અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ અને નગરજનો હાજર રહ્યાં હતાં.

તાપી વનવિભાગની કચેરીમાં વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ કરાયું

સમગ્ર વિશ્વમાં આજે ચકલીઓનું અસ્તિત્વ ઘટી રહ્યું છે .જે ધ્યાનમાં લઇને પક્ષી પ્રેમીઓ અને તજજ્ઞોએ ચકલીઓ બચાવવા માટે એક નવી પહેલ હાથ ધરી છે. ચકલીઓ સામાન્ય રીતે માનવજીવન સાથે રહેવા ટેવાયેલી છે. લોકોનાં કાચા ઘરોમાં ચકલીઓ પોતાનો માળો બનાવતી હોય છે પરંતુ, આજે લોકો મોટાભાગે સિમેન્ટ - કોંક્રીટનાં પાકા ઘરોમાં રહેવા લાગ્યાં છે. જેથી ચકલીઓ પાકા મકાનોમાં માળો બનાવી શકતી નથી. આથી જિલ્લામાં વનવિભાગ અને જીવદયા પ્રેમીઓનાં ઉપક્રમે પક્ષીપ્રેમીઓને વિનામુલ્યે 1000 જેટલાં ચકલીઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં 5000 જેટલી અન્ય ચકલીઘરોનું વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details