ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં ડોસવાડા ગામે આવેલો ગાયકવાડીનો જૂનો ડેમના છે આશીર્વાદ, શું છે ખાસિયત?

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડામાં આવેલો ડેમ(Doswada Dam Tapi ) અંદાજે 100 વર્ષ ગાયકવાડી સમયનો ડેમ હજુ યથાવથ છે. આ ડેમ હજૂ પણ છે ખેડૂતોને પાણીની જરૂરીયાત પૂરી પાડવામાં સક્ષમ છે. ગુજરાતના મોટેભાગના જળાશયો(Reservoirs of Gujarat) ઉનાળાની ચાલુ સિઝનમાં સુકાઈ જવાના આરે છે, છતા આ ડેમ 100 વર્ષથી અવિરત કાર્યરત છે.

તાપીમાં ડોસવાડા ગામે આવેલો ગાયકવાડીનો જૂનો ડેમના છે આશીર્વાદ, શું છે ખાસિયત?
તાપીમાં ડોસવાડા ગામે આવેલો ગાયકવાડીનો જૂનો ડેમના છે આશીર્વાદ, શું છે ખાસિયત?

By

Published : May 21, 2022, 10:48 PM IST

તાપી: જિલ્લાના ડોસવાડા ગામે આવેલા ગાયકવાડી(Gaikwadi Dam in Doswada village) સમયનો અંદાજે 100 વર્ષ જૂનો ડેમ ઉનાળાની સિઝનમાં સુકાયો નથી. આગામી ચોમાસાની સિઝન(Monsoon Season 2022) સુધી આ ડેમ થકી ડેમ પર નિર્ભર ગામોના ખેડૂતોને(Farmers of villages dependent on dam) પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, રાજ્યના મોટાભાગના જળાશયોમાં(Reservoirs of Gujarat) નહિવત પાણી છે, ત્યારે આ ડેમ થકી ખેડૂતોને રાહત છે.

સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ આજે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે અડીખમ છે

સોનગઢ તાલુકાનો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ - ગુજરાતના મોટેભાગના જળાશય ઉનાળાની ચાલુ સિઝનમાં સુકાઈ જવાના આરે છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના(Songadh taluka of Tapi district) ડોસવાડામાં આવેલો અંદાજે 100 વર્ષ ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ આજે પણ ખેડૂતો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી ડેમમાં છે.

આ પણ વાંચો:મુલ્લાપેરિયાર ડેમ મુદ્દે સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય

ડેમ છેલ્લા 5 વર્ષ સુધીમાં સુકાયો નથી - તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા ડેમ આજે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે અડીખમ છે. કારણ આ ડેમ ગાયકવાડી સરકારના સમયમાં બન્યો હતો. અંદાજે 100 વર્ષ જુના આ ડેમ થકી ડેમ પર નિર્ભર ખેડૂતો અને પશુપાલકોને આગામી ચોમાસાની સિઝન શરૂ થાય છે. આ સમય સુધી સિંચાઈ અને પશુપાલકોને પાણી(Irrigation and water to pastoralists) મળી રહેશે. આ સાથે આ ડેમના કારણે કુવા અને બોરના સ્તર પણ જળવાઈ રહે છે. જેના કારણે આ ડેમ અહીંના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે.

આ પણ વાંચો:સિંચાઈ માટે બનાવેલો ડેમ ખેડૂતો માટે બન્યો મુશ્કેલી, અનેકવાર રજૂઆતો છતાં તંત્ર ઊંઘમાં

ખેડૂતો ડેમ પર નિર્ભર -બીજી તરફ ગાયકવાડી સમયના ડેમમાં ચાલુ સિઝનમાં 0.40 mcm પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એ આગામી ચોમાસાની સિઝન શરૂ થાય ત્યાં સુધી ડેમ પર નિર્ભર ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરો પાડશે. આ ડેમ છેલ્લા 5 વર્ષ સુધીમાં સુકાયો નથી. જેને લઈ અધિકારીઓ પણ ખેડૂતોને પાણી પૂરું પાડવામાં સક્ષમ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details