ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લા કલેક્ટરે સરહદી તાલુકાની મુલાકાત લીધી - TAPI

તાપી: જિલ્લાના કલેકટર આર.એસ.નિનામાએ તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર જેવા સરહદી તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં ગામોને પાણી પુરૂં પાડતી જૂથ પાણી પુરવઠા યોજનાઓના હેડવર્કસ, ફિલ્ટર પ્લાન્ટ અને ઉંચી ટાંકીઓની મુલાકાત લીધી હતી. તેમજ યોજના હેઠળના ગામોનો પ્રવાસ કર્યો હતો.

તાપી જિલ્લા કલેક્ટરે સરહદી તાલુકાની મુલાકાત લીધી

By

Published : May 16, 2019, 9:06 PM IST

તાપી જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાએ તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ અને નિઝર તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઉચ્છલ તાલુકાના કરોડ ગામે ભૂગર્ભ સમ્પમા ગામની આંતરિક હયાત લાઇનને જોડતી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. વડપાડાભીંત ગામે જૂથ પાણી પુરવઠા યોજનાના સમ્પમાંથી વડપાડાભીંત અને ધજ ગામે લાઇન નાંખી પાણી પુરવઠો શરૂ કરવા તેમજ ભીંતખૂર્દ ગામે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પીવાના પાણીનો કૂવો બનાવવા માટે પાણીના સ્રોતની ચકાસણી કરી કૂવો બનાવવાની કામગીરી શરૂ કરવા અંગેની સૂચના આપી હતી.

તાપી જિલ્લા કલેક્ટરે સરહદી તાલુકાની મુલાકાત લીધી

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે કાથુડ ફળિયામાં O.S.Tમાં તાત્કાલિક અસરથી પાણી પુરવઠા વિભાગ દ્વારા જૂથ યોજનાની હયાત લાઇનમાંથી કાથૂડ ફળિયાને જોડતી પાઇપ લાઇન કરવા માટે તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા ઓપનવેલની કામગીરી બાબતે ટાઇપ ડિઝાઇન બદલવા, સ્ટોરેજની વ્યવસ્થા કરવા, દક્ષિણ નિઝર જૂથ યોજનાને અપગ્રેડેશનની કામગીરીનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ આગળની વાસ્મોની યોજના બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની ૧૪ જૂથ યોજના હેઠળના તમામ સમ્પ ભરવામાં આવશે. સમ્પનું પાણી તમામ ઉંચી ટાંકીઓમાં સંગ્રહ કરી વિતરણ કરવામાં આવશે.

જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ ઉચ્છલ-નિઝરના ૫૨ ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાના પંપીંગ સ્ટેશન, ૨ હેડવર્કસ, ૨ ફિલ્ટર પ્લાન્ટ, ૪ સબ હેડવર્કસ, ૧૫ વાસ્મોની યોજનાના સોર્સ, ટેન્કર ફિલીંગ પોઇન્ટ, ૨૦ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તેમણે નારણપુર જૂથ પાણી પુરવઠા યોજનાના હેડવર્કસ ખાતે અધિકારીઓ, કર્મચારીઓ તથા સરપંચો સાથે બેઠક કરી પીવાના પાણીની સમસ્યાના નિવારણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details