પ્રાપ્ત વિગતો અનુસાર, વ્યારાના ખુશાલપુરા ખાતે આવેલી શ્રી ઉકાઇ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે. આ વર્ષોથી બંધ સુગર ફેકટરીમાંથી ગત 6 માસ અગાઉ કરોડોની ચોરી થઈ હતી જે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
વ્યારાની સુગર ફેક્ટરીમાં 6 માસ પૂર્વે થયેલી કરોડોની ચોરીના આરોપીઓ ઝબ્બે - police
તાપી: વ્યારા ખુશાલપુરા શ્રી ઉકાઇ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ચોરી બનાવ બન્યો હતો. જેમાં તે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી. આ બાબતને અનુસંધાને વ્યારા પોલીસે 3 ઈસમોને ઝડપી પડ્યા હતા.
આ ફરિયાદ કોંગ્રેસના નવા ચૂંટાયેલા સુગર બોર્ડના સભ્યો દ્વારા કલેક્ટર અને વ્યારા પોલીસમાં કરાઈ હતી. પનિયારી ગામના રૂપસીંગભાઇ ગામીત દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વ્યારા પોલીસે રાજેન્દ્રભાઇ ગામીત સહિત બે સગીર ચોરી કરતા ઝડપી પાડ્યા હતા.
તેમણે સુગર ફેક્ટરીમાંથી વિવિધ વસ્તુઓની ચોરી કરી હતી. જેમાં સુગર ફેક્ટરી માંથી જનરેટરમાંથી ટ્રાન્સફર્મરો તથા રેક્ટીફાયર તથા નટ બોલ્ટ ૧૫૧૫૦ ની કિંમતના ચોરાયા હતા. વ્યારા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.