સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ગ્રામ પંચાયતની ગત 18મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં સરપંચ જિન્નતબેન પ્રફુલભાઈ રાઠોડે સભ્યોએ પ્રશ્નો પૂછતાં સરપંચ ઉશ્કેરાય ગયા હતા. સભ્યો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુ હતુ.
તલાટી પર હુમલા કરવાની બાબતે સરપંચને હટાવી દીધા, વાયરલ વીડિયોમાં હકીકત સામે આવી
તાપી : બારડોલી નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતાં ચકચાર મચી હતી. ગત ફેબ્રુઆરી માસમાં સામાન્ય સભા દરમ્યાન સરપંચે તલાટી પર હુમલાનો પ્રયાસ કરતાં તેમની સામે ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને લઈ સરપંચને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયત ભવનની ચાવી પણ પોતાના કબ્જામાં લીધી હતી. સરપંચના આવા વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સરપંચ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં સરપંચ દ્વારા કરવામાં આવેલ અસભ્ય વર્તનના કારણે સભ્યોએ સરપંચ સામે વિરોધ નોંધાવી તાલુકા વિકાસ અધિકારીથી લઈ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ જિન્નત રાઠોડને કામગીરીમાં નિષ્ક્રિયતા, સભ્યો સાથે ગેરવર્તણૂક અને તલાટી કમ મંત્રી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા બાદ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
નાંદીડા ગામના સરપંચ સસ્પેન્ડ થતાં જ તાલુકાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, તાલુકા પંચાયતના એક સભ્યના ઇશારે સભ્યો સાથે દાદાગીરી કરવા ગયેલા સરપંચની સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.