તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે એક યુવતીને સોશિયલ મિડીયા પર પરિચય થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા થયેલો આ પરિચય પ્રેમસબંધ સુધી પહોચ્યો હતો. યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઈ તેમજ ધાકધમકી આપી હતી. અને યુવિત સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
વ્યારામાં સોશિયલ મીડિયા પર લગ્નની લાલચ આપી યુવકે યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું - Gujarati News
તાપી આજના આધુનિક યુગમાં જ્યારે સોશિયલ મીડિયા ક્યાંક આશીર્વાદરૂપ તો સાબિત થઇ રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો જ હાનીકારક પણ સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો તાપી જીલ્લાના વ્યારામાં બન્યો છે. સોશિયલ મીડિયામાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બે મહિના દરમિયાન દુષ્કર્મ કર્યું હતુ.
દુષ્કર્મ
આ સમગ્ર ઘટનાની પીડિત યુવતીએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે રીચી જીતેન્દ્રભાઈ આમ્રે તથા તેની માતા કવિતાબેન ઉર્ફે સુરેખાબેન આમ્રે અને રીચીના દાદી ઉર્મિલાબેન સદાશિવ આમ્રે વિરુદ્ધ IPC 376, 465,467, 468, 471, 427, 504, 506, (2) 114મુજબનો ગુનો નોધ્યો હતો.