ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનગઢમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર - mehul.goswami

તાપીઃજિલ્લાના સોનગઢ ખાતે આવેલા કિલ્લાની તળેટીમાં રાણી મહેલ પાસે ગાયકવાડ સરકારના સમયની હોજમાં ધડ વગરનો મૃતદેહ મળતા સોનગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

તાપીના સોનગઢમાં ગાયકવાડ સરકારના સમયની હોજમાં ધડ વગરનો મૃતદેહ દેખાઈતા ચકચાર મચી.

By

Published : Jun 12, 2019, 3:50 AM IST

સોનગઢ ખાતે ગાયકવાડ સમયનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે.આ મહેલની બાજુમાં જ ગાયકવાડ સમયમાં તેલ ભરવા માટે ઉપયોગમાં લેવાતા કુંડાઓ આવેલા છે કે જેમાં આશરે 2 લાખ લીટર જેટલું વરસાદી પાણી સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે.ત્યારે આ હોજમાં અજાણ્યા શખ્સોનો ધડ વગરનો મૃતદેહ મળ્યો હતો .જોકે આ ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ ,નગરપાલિકા ,ફાયર તેમજ વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ મૃતદેહ કોનો છે, તે જાણવા મળ્યું નથી, પરંતુ 2 મહિના થઈ વધુ સમયથી આ મૃતદેહ હોજમાં હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ઘરી હતી.

તાપીના સોનગઢમાં ગાયકવાડ સરકારના સમયની હોજમાં ધડ વગરનો મૃતદેહ દેખાઈતા ચકચાર મચી.

ABOUT THE AUTHOR

...view details