ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી નેશનલ હાઈવે પર પોલીસના નામે ખંડણી માંગનારા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ - તાપી

તાપી: વ્યારાથી સાગી લાકડા ભરેલો ટેમ્પો બારડોલી નજીક એક કાળા કલરની સ્કોર્પિયોમાં સવાર ચાર જેટલા ઈસમોએ ઉભો કરી પોલીસની ફર્જી વર્દીમાં આવેલા ઈસમે પોતાની ઓળખાણ LCBમાં હોવાનું આપી 8 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે મામલે બારડોલી પોલીસ મથકે ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.

બારડોલી નેશનલ હાઇવે પર પોલીસના નામે ખંડણી માંગનાર ચાર ઇસ્મો સામે ફરિયાદ નોંધાઇ

By

Published : Sep 4, 2019, 8:03 AM IST

બે દિવસ અગાઉ વ્યારાથી સાગી લાકડા ભરેલો ટેમ્પો બારડોલીથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન નેશનલ હાઇવે નંબર 53 પર અગાસી માતાના મંદિર નજીક એક નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો જેમાં ચાર જેટલા ઈસમોએ આવી ટેમ્પોને અટકાવ્યો હતો અને લાકડા બે નંબરના હોવાનું જણાવી 8 લાખની ખંડણી માંગી હતી. જે મામલે ટેમ્પોમાં લાકડા ભરાવનાર ઉમંગલાલ ગુર્જરે બારડોલી પોલીસ મથકમાં પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સ્કોર્પિયોમાં આવેલા ચાર ઈસમો પૈકી એક ઇસમે પોલીસની વર્દી પહેરી હતી તેમજ પોતે LCBમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. જે મામલે બારડોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બારડોલી નેશનલ હાઇવે પર પોલીસના નામે ખંડણી માંગનાર ચાર ઇસ્મો સામે ફરિયાદ નોંધાઇ

હાલ તો પોલીસે LCBના જે પોલીસ કર્મીનું નામ લઈ ખંડણી માંગવામાં આવી હતી તેની ફરિયાદ લઈ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ મેળવી આ ચાર ઈસમ કોણ છે તેને પકડી પાડવા તરફ ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details