તાપી જિલ્લા પાસે આવેલા નવાપુર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જનતા પાર્કમાં 3 યુવાનો મોટર બાઇક પર જતાં હતા. તે દરમિયાન પોલીસને આ યુવાનો શંકા પર જતાં તપાસ માટે ઉભા રાખતાં યુવાનો ભાગી છૂટ્યાં હતાં. ત્યારે પોલીસે આ ત્રણેયનો પીછો કરી તેમની ધરપકડ કરી હતી. તો પૂછપરછમાં આરોપી રવિન્દ્ર પવાર, સંદીપ ચવરે અને અનિલ સોનવણે બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
તાપી પાસેના મહારાષ્ટ્રના નવાપુર શહેરમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી - Gujarat
તાપી: જિલ્લા નજીક આવેલા નવાપુર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા બાઇકની ચોરી કરતી ગેંગની કરાઇ ધરપકડ. તો આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા બાઇક ચોર ટોળકી પાસેથી 8 બાઇક અને 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાપી પાસેના મહારાષ્ટ્રના નવાપુર શહેરમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી
આ ઉપરાંત ચોરીમાં બીજા બે લોકોમાં સંડોવાયેલાં છે. જીતેન્દ્ર પવાર નામના સાગરીત સાથે મળીને ખેતરમાં ચોરીની બીજી બાઇક્સ પણ સંતાડેલી હોવાની આ ચોર ટોળકી દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. તો મળેલી માહિતીને આધારે નવાપુર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ સાથે જ 8 બાઇક અને 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.