તાપી જિલ્લો જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે અને અહીં વન્ય પ્રાણીઓ દેખાવા તે ખૂબ સામાન્ય બાબત છે. વાત કરીએ વાલોડ તાલુકાના પેલાદ બુહારી ગામની તો આ ગામમાં છેલ્લા 1 મહિના દરમિયાન 3 જેટલા દીપડા પાંજરે પુરાયા છે. આ જ ગામની બાજુમાં આવેલા ગાંગપુર ગામના ખોડીયાર ફળિયાના શશીકાંત પટેલના ઘરના બાજુમાંથી 5 દિવસ અગાઉ 3 મરઘીનો શિકાર થયો હતો. જેની જાણ શશીકાંતભાઈએ બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રષ્ટના પ્રમુખ જાતિનભાઈને કરતા તેમણે વ્યારા વનવિભાગને પાંજરુ મુકવા જણાવ્યું હતું.
તાપી જીલ્લાના વાલોડ તાલુકામાંથી ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો - dipdo
તાપીઃ જિલ્લાના પેલાડ બુહારીના મોરા ફળિયામાં 11 એપ્રિલે છ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ હેતલા ફળિયામાંથી 18 એપ્રિલે ચાર વર્ષની માદા દીપડી પાંજરે પુરાઇ હતી. આ જોતા લાગે છે ખોરાકની શોધમાં હવે દીપડાઓ ગામડા તરફ વળી રહ્યા છે. તાપી જિલ્લામાં અવારનવાર દીપડાઓ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
સ્પોટ ફોટો
બુધવારે વહેલી સવારે વનવિભાગે મુકેલા પાંજરામાં 6 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાનો કબજો વાલોડ વનવિભાગે લઈ પ્રાથમિક તપાસ કરાવી ડાંગના જંગલમાં રાત્રે છોડી દેવામાં આવશે.