સવારથી ઉકાઈ ડેમના ઉપરવાસ હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાતા ઉકાઈ ડેમમાં બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડયું છે. તેમજ પ્રકાસા ડેમમાંથી પણ ત્રણ લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેથી ઉકાઈ ડેમમાંથી પણ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવશે.
ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઇ
તાપી: ઉકાઈ ડેમમાં પાણીની વ્યાપક આવક અને ડેમની રુલ લેવલ જાળવવા તંત્ર દ્વારા હવે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાપી નદી પ્રભાવિત ગામોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. બારડોલી ખાતે અધિકારીઓની બેઠક બાદ અફવાઓથી દુર રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઉકાઈ ડેમમાં પાણીની વ્યાપક આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યાજાઇ
બારડોલી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજાઈ હતી. તાપીમાં પાણી આવવાથી ખાસ કોઈ અસર તો નહીં થાય પરતું સાવચેતીના ભાગ રૂપે નદી કિનારા નજીક કોઈ પણ આવન જાવન નહીં કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી.