ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીના સોનગઢમાં બાળકીનું અપહરણ - tapi

તાપીઃ જિલ્લાના સોનગઢ ખાતે આવેલા બાપા સીતારામ નગરમાંથી 3 વર્ષની નાની બાળકી ગુમ થયાની ચકચારી ઘટના બહાર આવી છે. બાળકીને કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કર્યાની આશંકાઓને લઈને લોકોના ટોળાએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

df

By

Published : Jul 11, 2019, 4:31 AM IST

સોનગઢ નગરમાં 3 વર્ષીય બાળકીના અપહરણની ઘટના સામે આવતા નગરમાં ચકચાર મચી હતી. સોનગઢ ખાતે આવેલા સીતારામ નગરમાં રહેતા શ્યામ સાહેબરાઉ અટકેની 3 વર્ષીય દીકરી તેજલ ઘરની બાજુમાં જ આવેલી આંગણવાડીમાં ગઈ હતી. આંગણવાડીના અભ્યાસનો સમય પૂર્ણ થયા બાદ પણ બાળકી પરત નહીં ફરતા બાળકીને શોધવા નીકળેલા માતા પિતાને તેજલ નહીં મળતા આખરે શ્યામ અટકે સોનગઢ પોલીસ મથકે પહોંચી પોતાની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુમ થયેલી તેજલને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આંગણવાડીના પાછળના ભાગે રહેતા ગંગાબેન ચૌધરીએ તેજલને બપોરના 3 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઈસમો લઈ જતા હોવાનું જણાવ્યું હતું. તાપી જિલ્લાની પોલીસ હરકતમાં આવી અપહરણ કારોને પકડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. સોનગઢ વિસ્તારમાં દિનદહાડે બાળકીના અપહરણની ઘટનાથી ચિંતાનો વિષય ઉભો થયો છે .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details