તાપી: આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections tapi) માટે ઉમેદવારી પત્રકો ભરવાની આચારસંહિતાનો અમલ સહિતની કામગીરી શરૂ થઈ જવા પામી છે. આ દરમિયાન આજે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વ્યારાની કચેરીમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂનાજી ગામીતે મેનડેટ વગર જ 171 વ્યારા વિધાનસભા ઉમેદવારી (Advertisement of Candidates in Tapi) નોંધાવી છે. આજરોજ તાપી જિલ્લા સેવા સદનમાં મામલતદાર, પ્રાંત સહિતની કચેરીઓ ચૂંટણીને લઈને ધમધમતી જોવા મળી હતી.
તાપીમાં મેંડેટ વગર જ કોંગ્રેસના ચાલુ ટર્મના ધારાસભ્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું
આજરોજ તાપી જિલ્લા સેવા સદનમાં મામલતદાર, પ્રાંત સહિતની કચેરીઓ ચૂંટણીને (Assembly elections tapi) લઈને ધમધમતી જોવા મળી હતી. જોકે 171 વ્યારા વિધાનસભા બેઠક માટે ભાજપ અને આપ દ્વારા ઉમેદવારોના (Advertisement of Candidates in Tapi) નામની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત થઈ નથી.
કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત નથા થઈ: કચેરીમાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓની ચહલ પહલ વધી જવા પામી છે. જોકે 171 વ્યારા વિધાનસભા બેઠક માટે ભાજપ અને આપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત થઈ નથી. ત્યારે હાલ જિલ્લામાં રાજકીય ગતિવિધિ ખાસ જણાતી નથી અને ચૂંટણીનો રંગ જામ્યો નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થશે અને તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ઉમેદવારી પત્રકો ભરાયાએ બાદ જ ચૂંટણીનો માહોલ જામશે તેમ લાગી રહ્યું છે.