ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો - TAP

તાપીઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસનો સફાયો કરી ભાજપે ભગવો લહેરાવ્યો છે. શનિવારે દક્ષિણ ગુજરાતના સાંસદો માટે બારડોલી ખાતે સન્માન સમારંભનું આયોજન કરાયું હતુ.

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો

By

Published : Jun 23, 2019, 5:36 AM IST

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી ટાઉનહોલ ખાતે ગુજરાત ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને 2019ની લોકસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા, સુરતમાં દર્શના જરદોષ અને નવસારી બેઠક પરથી ચૂંટાયેલા સી.આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતુ. નવસારી સાંસદ સી.આર. પાટીલ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા.

દક્ષિણ ગુજરાતના સાંસદોનો સન્માન સમારોહ યોજાયો

2019માં વિજય થયેલા સાંસદોના સન્માન સમારંભમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ઈશ્વર પરમાર સહિત સુરત જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details