સોનગઢ ગામે હોળીના તહેવારે પારંપરિક હાટ બજાર ભરાયું - songadh
સોનગઢ : હોળીનો તહેવાર આદિવાસી સમાજનો મનપસંદ તહેવાર છે. હોળીના પાંચ દિવસ અગાઉ જ આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જેમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પરંપરાગત ભવાની નૃત્ય કરતા હોય છે.
સ્પોટ ફોટો
હોળીને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. હોળીના થોડા દિવસ અગાઉથી દરેક આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જે બજારમાં ભવાની માતાના નૃત્ય સાથે ફાગ ઉઘરાવામાં આવે છે.