ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાતા નબળા ચેકડેમ તૂટી પડ્યા - ચેકડેમોને થયો નુકાસાન

વ્યારા: મેઘરાજાએ ઘણા દિવસોના વિરામ બાદ છેલ્લા 24 કલાકથી ધુંઆધાર બેટિંગ શરૂ કરી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ, વાલોડ, કુકરમુંડા અને વ્યારામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે સોનગઢ તાલુકાના મલંગદેવમાં બનાવવામાં આવેલો માટીનો ચેકડેમ ધોવાઈ ગયો છે, જેને કારણે ચારે તરફ પાણી પાણી થઈ જવા પામ્યું હતું. તાપીમાં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયું હતું. જે પાણી રસ્તા પર ફરી વળતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

તાપીમાં ધોધમાર વરસાદ

By

Published : Jul 26, 2019, 12:42 PM IST

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લો પણ બાકી નથી રહ્યો. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વ્યારામાં 2.92 ઇંચ, સોંનગઢમાં 2.6 ઇંચ, ઉચ્છલમાં 2.56 ઇંચ,વલોડમાં 1.84 ઇંચ,ડોલવણમાં 2.8 ઇંચ ત્યારે નિઝરમાં સૌથી વધુ 3.8 ઇંચ વરસાદ થયો હતો.સમગ્ર જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે અનેકો વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. સોનગઢના મલંગદેવ ખાતે બનાવવામાં આવેલા માટીના ચેકડેમ વરસાદમાં ધોવાઈ જતા તૂટી ગયું છે.

તાપીમાં ધોધમાર વરસાદ

વરસાદથી પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પણ નિઝર તાલુકામાં સૌથી વધુ 3.8 ઇંચ વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લામાં જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ચેકડેમો તકલાદી હોવાના કારણે તૂટી જવાના આરે આવી ગયા છે. સોનગઢ તાલુકામાં સામાન્ય 2.6 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ મલંગદેવ ગામે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો ચેક ડેમ પાણીમાં ધોવાઈ ગયો છે.તાપીમાં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયું હતું જે પાણી રસ્તા પર ફરી વડતા લોકોને મુશ્કિલીઓ પડી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details